શિક્ષણમંત્રીની મોટી જાહેરાત : આવતા મહિનાની આ તારીખથી ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરાશે
ગુજરાતમાં કોરોના સંકટ નહીં બરાબર છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થવાને લઈને મોટા સમાચાર આવ્યા છે.
- ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થવાને લઈને મોટા સમાચાર
- શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત
- આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે ધોરણ 6 થી 8ના વર્ગો
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે
નિયમોનું કરવું પડશે પાલન
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે ધોરણ 9 થી 12માં લાગુ પડતી SOP ધોરણ 6 થી 8માં પણ લાગુ થશે. જ્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત હશે. 50 ટકાની ક્ષમતા સાથે વર્ગોમાં શિક્ષણ અપાશે. ઉલ્લેખનીય છે કે આ જાહેરાતની સાથે 10 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓના પણ વર્ગો શરૂ થશે.
શિક્ષણ સચિવ વિનાદ રાવે આપ્યું મોટું નિવેદન
આ અભિયાન અંગેની વધુ વિગતો આપતા શિક્ષણ સચિવ વિનાદ રાવે જણાવ્યું કે, અત્યાર સુધીના શિક્ષણના ઈતિહાસમાં આ પ્રકારનુ સર્વેક્ષણ આટલા વિશાળ સમૂહ પર અગાઉ ક્યારેય થયું નથી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ ઐતિહાસિક પહેલ ભવિષ્યમાં ભારતનાં અન્ય રાજ્યો માટે દીવાદાંડી બની રહેશે. આ સર્વેક્ષણના વૈજ્ઞાનિક પૃથક્કરણ દ્વારા આગામી તાલીમનું આયોજન એકદમ ધ્યેયલક્ષી રીતે થશે. તમામ જ શિક્ષકોને એકસમાન તાલીમ આપવામાં ક્યારેક જરૂરિયાત ન હોય તેવા વિષયની તાલીમ પણ શિક્ષકોએ લેવી પડતી હોય છે. એના બદલે આ ડેટાના આધારે જે તે શિક્ષક માટે જરૂરી એવી તાલીમનું આયોજન કરી શકાશે જેથી સમય અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ થશે.
Post a Comment