વડગામમાં મહિલાને ધોકા વડે માર મારતો વિડિયો થયો વાઇરલ…

મહિલાઓ ઉપર અત્યાચાર થતા હોવાના કિસ્સા રોજે રોજ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના બનાસકાંઠામાં વડગામ તાલુકાના છાપી ગામના જ્યોતિનગર વિસ્તારમાં બનવા પામી છે.

મુળ વતની ચંગવાડાના રેહાનાબેન જુબેરભાઇ છાપીના જ્યોતિનગર વિસ્તારમાં રાહતના મળેલ પ્લોટ પર મકાન બાધવાનું કામ ચાલી રહ્યુ હતુ તે સમયે ત્યા બેઠેલા રેહાનાબેન પાસે તેમનો સગો ભત્રીજો ઇરફાન યાસિનભાઇ ફકિર આવી પૈસાની લેવી દેવી બાબતમાં બેન સામે ભુંડી ગાળો બોલી બાજુમાં પડેલો લાકડાના ધોકા વડે માર મારતા રેહાનાબેન બુમાબુમ કરતા તેમની ભાભી હફીઝાબેન વચ્ચે પડી બચાવી લિધા હતા.

રેહાનાબેનને ગંભીર ઇઝાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેનો વિડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.


આ અંગે રેહાનાબેને આરોપી ભત્રીજા સામે છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.