હવે તમે પણ કરી શકો છો whatsapp કોલ રેકોર્ડિંગ, જાણો કેવી રીતે એન્ડ્રોઇડ અને આઇફોન પર થશે whatsapp કોલ રેકોર્ડિંગ.

વર્તમાન સમય દરમ્યાન whatsapp નો ઉપયોગ ફક્ત મેસેજિંગ માટે જ નથી થતો પરંતુ લોકો હવે whatsapp નો ઉપયોગ કોલિંગ કરવા માટે પણ કરી રહ્યા છે.કેટલીક વાર એવું પણ થાય છે કે તમે whatsapp કોલ રેકોર્ડિંગ કરવા માંગો છો પરંતુ તમે તે કરવા માટે અસમર્થ હોવ છો. 

સામાન્ય ફોન કોલ સરળતાથી રેકોર્ડ કરી શકાય છે જ્યારે whatsapp કોલ રેકોર્ડિંગ કરવું થોડુંક મુશ્કેલ છે. આ માટે ઘણા બધા ફોનમાં ડીલીટ કોલ રેકોર્ડ એપ્લિકેશન પહેલેથી હોય છે. આ સાથે whatsapp કોલ રેકોર્ડ કરવાની કેટલીક રીતો પણ છે. જેની મદદથી તમે whatsapp કોલ રેકોર્ડ કરી શકો છો.

એન્ડ્રોઇડ અને આઇફોન બંનેમાં whatsapp કોલ રેકોર્ડ કરવા માટે વિવિધ પદ્ધતિઓ છે.

આઈ ફોન પર કેવી રીતે કરશો whatsapp કોલ રેકોર્ડિંગ:-

આઈફોન પર વોટ્સએપ કોલ રેકોર્ડ કરવું થોડું મુશ્કેલ છે પરંતુ શક્ય છે.તમે inbuilt સ્ક્રીન રેકોર્ડર થી વિડીયો કોલને સરળતાથી રેકોર્ડ કરી શકશો. પરંતુ આઈ ફોન માં whatsapp કોલ રેકોર્ડ કરવા માટે તમારે મેકની જરૂર પડશે. Iphone ને લાઈટનિંગ કેબલથી મેક સાથે કનેક્ટ કરીને ટ્રસ્ટ ધીસ કોમ્પ્યુટર પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ મેક પર quick ટાઈમ ખોલીને ફાઈલ પર જઈ ને ન્યુ ઓડિયો રેકોર્ડિંગ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ કોલ કનેક્ટ કરીને whatsapp કોલ રેકોર્ડિંગ કરી શકાશે.

એન્ડ્રોઈડ પર કેવી રીતે કરશો whatsapp કોલ રેકોર્ડિંગ:-

Android ફોન્સ પર કોલ રેકોર્ડ કરવા માટે થર્ડ પાર્ટી એપની જરૂર પડશે. Cube કોલ રેકોર્ડર નામની એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ વીઓઆઈપી કોલ દ્વારા કોલ રેકોર્ડ કરી શકાશે.